• બુધવાર, 22 મે, 2024

સુપરહીરોની નવલકથા લખી હુમા કુરેશી બની લેખિકા

બૉલીવૂડમાં એક દાયકો સફળતાપૂર્વક પસાર કરનારી અભિનેત્રી હુમા કુરેશીએ હવે નવલકથા ઝેબા : ઍન એક્સિડન્ટ સુપરહીરો લખી છે. નવલકથામાં ઝેબા બળવાખોર સંતાન હોય છે અને  આકસ્મિક રીતે તેને સુપરપાવર મળે છે. હુમાએ જણાવ્યું હતું કે, બિનપારંપારિક સુપરહીરો અને તેનું જટિલ જીવન મને હંમેશા આકર્ષતું હતું. મારી નવકથામાં બંડખોર યુવતીનું સુપરહીરોમાં રૂપાંતર થાય છે અને તેના જીવનમાં આવતા અનપેક્ષિત વળાંકો કઈ રીતે શક્તિશાળી બનાવે છે તે રસપ્રદ છે. 

ગૅંગ્સ અૉફ વાસીપુર, મૉનિકા અૉ માય ડાર્લિંગ જેવી ફિલ્મો અને મહારાની જેવી વેબ સિરીઝમાં હુમાના અભિનયની પ્રશંસા થઈ હતી. જાણીતા પાક-શાત્રી તરલા દલાલની બાયોપિક તરલામાં પણ હુમાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક