• બુધવાર, 22 મે, 2024

બિગ બજેટ સાથે બનશે ફિલ્મ `શક્તિમાન'  

સુપરહીરોની ટીવી સિરિયલ શક્તિમાન યાદ છે? મુકેશ ખન્નાએ આ સિરિયમલાં ભજવેલી શક્તિમાનની ભૂમિકાને કોઈ ભૂલી શક્યું નથી. હવે આ સિરિયલ પરથી ફિલ્મ બની રહી છે. સોની પિક્ચર્સે ટીઝર રજૂ કરીને આ જાહેરાત કરી હતી. મુકેશ ખન્નાએ ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ સુપરહીરો ફિલ્મ બિગ બજેટની હશે. કોરોના મહામારીને લીધે ફિલ્મનું કામકાજ ટલ્લે ચડી ગયું હતું. હવે ફરી ગાડી પાટે ચડી ગઈ છે. 

ગયા વર્ષે એવી ચર્ચા ચાલતી હતી કે, શક્તિમાન ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકા ભજવશે, પરંતુ આ વિશે મુકેશ ખન્નાએ કોઈ ફોડ પાડયો નહોતો. તેમણે કહ્યું હતું કે, સોની પિક્ચર્સ સાથે કરાર થઈ ગયો છે. હું ફિલ્મના કલાકારો વિશે જણાવી શકું એમ નથી. આ ફિલ્મમાં હું જોવા મળીશ કે નહીં તે વિશે પણ અત્યારે કહી શકાય એમ નથી. જોકે, હવે પછી હું શક્તિમાનના ગેટઅપમાં નહીં જોવા મળું. મારી તુલના કોઈ સાથે થાય એવી મારી ઈચ્છા નથી. છતાં એક અથવા બીજી રીતે ફિલ્મ સાથે જોડાયેલો રહીશ. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરની હશે અને હું તે માટે ઉત્સક છું. 

નોંધનીય છે કે રામાયણ અને મહાભારત પછી શક્તિમાન સૌથી વધુ લોકપ્રિય સિરિયલ હતી. 1997માં તેનું પ્રસારણ શરૂ થયું હતું અને 2005માં તે બંધ થયું હતું. તે સમયે દૂરદર્શન અને મુકેશ વચ્ચે પૈસાને લઈને વિવાદ થયો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક