• સોમવાર, 04 માર્ચ, 2024

અક્ષય કુમારની `રક્ષાબંધન' નાના પડદા પર

ભાઈ-બહેન વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવતી અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ `રક્ષાબંધન' 30મી નવેમ્બરે સાંજે આઠ વાગ્યે એન્ડ ટીવી પર પ્રસારિત થશે. આનંદ એલ. રાયના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં ભાઈ-બહેનના પ્રેમનો ઈમોશનલ ફેમિલી ડ્રામા દર્શાવવામાં આવ્યો છે. 

લાલા કેદારનાથની ભૂમિકામાં અક્ષય કુમારને ચાર બહેનોના ભવિષ્યનો વિચાર અને તેની સપના (ભૂમિ પેડણેકર) સાથેની પ્રેમકથા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરતો દેખાડાયો છે. 

બૉક્સ અૉફિસ પર પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને ફિલ્મ હિટ સાબિત થઈ હતી. જોકે, હવે તે નાના પડદે પ્રસારિત થવાની છે.