• સોમવાર, 04 માર્ચ, 2024

`વો તો હૈ અલબેલા'માં ધરતી ભટ્ટનું નવું લૂક  

સ્ટાર ભારત પરથી પ્રસારિત થતી સિરિયલ વો તો હૈ અલબેલામાં રશ્મિનું પાત્ર ખાસ્સું લોકપ્રિય બન્યું છે અને તેનું લૂક પણ સૌને ગમ્યું છે. આમાં તે સયુરી (હિબા નવાબ)ની બહેનનું પાત્ર ભજવે છે. ધરતીનું પાત્ર ગ્રે શેડ ધરાવે છે જે કાન્હા અને સયુરીના જીવનમાં અવરોધ પેદા કરે છે. જોકે, રશ્મિના પાત્ર કરતાં ધરતી રિયલ લાઈફમાં એકદમ અલગ જ છે. છતાં રશ્મિના પાત્રના પ્રભાવથી લોકો તેને વાસ્તવિક જીવનમાં પણ એવી જ સમજે છે. 

ધરતીએ જણાવ્યું હતું કે, રશ્મિના પાત્રની પ્રશંસા થઈ રહી છે, પણ આની ખોટી અસર મારા વાસ્તવિક જીવનમાં પડી રહી છે. હું સામાન્ય જીવન જીવવામાં માનું છું અને સમય મળે ત્યારે ઈસ્કોન મંદિરમાં જઈને કીર્તનનો આનંદ લઉં છું. હું વૃંદાવન પણ જઈ આવી છું અને મારા માટે તે સુંદર યાત્રા રહી હતી.