મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રના 1 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની સમયમર્યાદા 2030-31 સુધી થોડી ખસી શકે છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમનો પક્ષ ઇચ્છે છે કે, તેઓ 2029 સુધી મહારાષ્ટ્રમાં રહે. ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યનો જીડીપી વૃદ્ધિદર 8.8 ટકા હતો,....