• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

ભારતીય કૉટન યાર્નની ચીનમાં ધૂમ નિકાસ

છેલ્લા એક જ વર્ષમાં 112 ટકાનો ઉછાળો

મુંબઈ, તા. 4 (એજન્સીસ) : છેલ્લા બે વર્ષથી ભારતીય કોટન યાર્નની ચીનની ખરીદીમાં ઝડપી ઉછાળો આવ્યો છે. 2025-26માં ભારતીય સુતરની નિકાસ વધીને 46 કરોડ ડૉલરની થઈ છે જે ગત વર્ષે 21.7 કરોડ ડૉલરની હતી. આમ ચીન ખાતેની સુતરની નિકાસ 112 ટકા વધી છે. 2025-26માં ભારતની કોટન યાર્નની નિકાસમાં ચીનનો હિસ્સો 13.51 ટકાનો રહ્યો છે. ચીન એ વિશ્વનું સૌથી મોટું ટેકસ્ટાઈલ માર્કેટ ગણાય છે.