મુંબઈ, તા. 4 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્લમ કલસ્ટર રિડેવલપમેન્ટ દ્વારા મુંબઈ 10 વર્ષમાં `ઝૂંપડપટ્ટી મુક્ત' થઈ જશે. ગુરુવારે સાંજે મુંબઈમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગ એડવોકેસી ગ્રુપ નારેડકોના ચેન્જ અૉફ ગાર્ડ સમારોહમાં તેઓ બોલી રહ્યા હતા. ફડણવીસે જણાવ્યું હતું કે, તેમણે ધારાવી પ્રોજેક્ટ હેઠળ 2029 સુધીમાં 10,000 પુનર્વસન ફલૅટ તૈયાર કરવાનું લક્ષ્ય....