નવી દિલ્હી, તા. 4 : નાણાં વર્ષ 2023-24થી 2025-26 દરમિયાન દેશમાંથી ખાતરની નિકાસમાં લગભગ બાવન ટકાની વૃદ્ધિ થઈ છે. દર વર્ષે દેશમાં ખાતરની આયાત કરાય છે તેની સરખામણીએ નિકાસનું પ્રમાણ ઘણું ઓછું છે. નાણાં વર્ષ 2024માં ખાતરની નિકાસ લગભગ 317.515 ટન થઈ હતી તે 2026માં વધીને 479.737 ટન થઈ છે. સૂચિત નિકાસમાં મુખ્યત્વે બ્રાઝિલમાં સુપર-ફોસફેટનો હિસ્સો છે એમ સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.