• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

એનએસઈના આઇપીઓનું લિસ્ટિંગ 25 સપ્ટેમ્બરે થવાની શક્યતા

પ્રાઇસ બૅન્ડ 11 સપ્ટેમ્બર સુધીમાં જાહેર થવાની ધારણા

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : અમેરિકાની ફેડરલ રિઝર્વના અધ્યક્ષના સાનુકૂળ નિવેદનને કારણે વૈશ્વિક બજારોમાં જોરદાર સુધારો જોવા મળ્યો હતો, તેના કારણે શુક્રવારે સ્થાનિક બજારમાં પણ સકારાત્મક વલણ હતું. સેન્સેક્ષ 362.57 પોઈન્ટ્સ (0.48 ટકા) વધીને 76,515.43 પોઈન્ટ્સ ઉપર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 24.25 પોઈન્ટ્સ (0.10 ટકા) વધીને 23,897.70 પોઈન્ટ્સ ઉપર બંધ થયો હતો.