• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

પ્રતિભાવંત પાંચ વ્યક્તિત્વને એનાયત થશે ફૂલછાબ એવૉર્ડ  

તા. 24 સપ્ટેમ્બર સુધી ફૉર્મ ભરી શકાશે, બીજી અૉક્ટોબરે રાજકોટમાં એવોર્ડ અર્પણવિધિ

કળા-સાહિત્ય, રમત ગમત, ઉદ્યોગ, સમાજસેવા, કૃષિ-પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારને રૂ. 51,000ની રાશિ અને ફૂલછાબ એવૉર્ડથી મોરારિબાપુ સન્માનિત કરશે 

રાજકોટ, તા. 18: ફૂલછાબના જન્મદિવસ 2 ઓક્ટોબરે દર વર્ષે અપાતા ફૂલછાબ એવોર્ડ કોરોના સમયથી સ્થગિત કરવામાં આવ્યા હતા. વર્ષે પુન: એવોર્ડ આપવાનો નિર્ણય થયો છે. તા. 2 ઓક્ટોબરે પૂ. મોરારિબાપુના હસ્તે શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજે 5 વાગ્યે એવોર્ડની અર્પણવિધિ થશે. 

2 ઓક્ટોબરે ફૂલછાબ પોતાની શબ્દયાત્રાના 102 વર્ષ પૂર્ણ કરીને 103માં વર્ષમાં પ્રવેશ કરશે. તે નિમિત્તે ફૂલછાબ એવોર્ડ અપાશે. કળા-સાહિત્ય, કૃષિ-પર્યાવરણ, ઉદ્યોગ, સમાજસેવા અને રમતગમત ક્ષેત્રે જેઓ સક્રિય હોય, નોંધપાત્ર કાર્ય જેમણે કર્યું હોય તેવા પાંચ વ્યક્તિને એવોર્ડ માટે પસંદ કરાશે. અગાઉની જેમ નિર્ણય એવોર્ડ ચયન સમિતિ લેશે. તેમનો નિર્ણય આખરી ગણાશે.

ફૂલછાબ એવોર્ડ માટે શહેરનાં વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ) અમુભાઈ ભારદિયા (રવિ ટેક્નોફોર્જ), મનીષ માડેકા (રોલેક્સ રિંગ), કમલનયમ સોજિત્રા (ફાલ્કન પમ્પ) પરાક્રમસિંહ જાડેજા (જ્યોતિ સીએનસી)નો સદ્ભાવ સાંપડયો છે.  

ફૂલછાબ