• સોમવાર, 04 માર્ચ, 2024

`હલાલ સર્ટિફિકેશન' એ `જજિયા કર'

દેશમાં પ્રતિબંધ મૂકવાની હિંદુ જનજાગૃતિ સમિતિની માગણી

મુંબઈ, તા. 28 : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે `હલાલ પ્રમાણિત' ઉત્પાદનો પ્રતિબંધિત કરીને ભારતની અર્થવ્યવસ્થા પરનું આક્રમણ રોકવા માટે મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે રીતે મોગલોના કાળમાં `િજઝિયા કર' હતો, તે પ્રમાણે વર્તમાનમાં પણ `હલાલ સર્ટિફિકેશન' આ અંગત કર ઇસ્લામી સંસ્થાઓએ લાગુ કર્યો છે. તેને ભારત સરકારની કોઈપણ માન્યતા નથી. `હલાલ સર્ટિફિકેશન'માંથી મળનારો પૈસો વિવિધ બૉમ્બસ્ફોટમાં અટવાઈ પડેલા આતંકવાદીઓને છોડાવવા માટે વાપરવામાં આવે છે. હિંદુ વેપારીઓ પર સખતાઈ કરીને લાદવામાં આવેલા `હલાલ સર્ટિફિકેશન' પર જો પ્રતિબંધ મૂકવામાં આવે તો ભારતની સુરક્ષા સાથે રમાઈ રહેલી રમત થોભશે, તેમ જ હિંદુ વેપારીઓનું આર્થિક શોષણ રોકાશે. `હલાલ સર્ટિફિકેશન'ના નિયમોમાં ઉત્પાદકોએ તેમની કંપનીઓમાં બે મૌલાનાઓની નિમણૂક કરવી, એવો અનિવાર્ય નિયમ પણ લાગુ કર્યો હતો. 

હવે ઉત્તર પ્રદેશમાં તોય આ `લાદવામાં આવેલો રોજગાર' રોકવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારનો આદર્શ લઈને સંપૂર્ણ દેશમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા `હલાલ સર્ટિફિકેશન' પર પ્રતિબંધ મૂકવો, એવી માગણી હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદેએ કરી. 

તેઓ હિંદુ જનજાગૃતિ સમિતિ વતી `હલાલ વેપાર પર યોગીજીનો પ્રહાર!' આ વિષય પર આયોજિત વિશેષ સંવાદમાં બોલી રહ્યા હતા. શિંદેએ આ વિશે જાગૃતિ કરવા માટે `હલાલ જેહાદ: ભારતીય અર્થવ્યવસ્થા પર આક્રમણ?' નામનું પુસ્તક લખ્યું છે. હિંદુ સમાજે તે અવશ્ય વાંચવું, એવું આહ્વાન પણ તેમણે આ સમયે કર્યું. 

આ સમયે રમેશ શિંદેએ ઉમેર્યું કે, ભારત સરકારની એફએસએસએઆઈ અને એફડીએ જેવી ખાદ્યપદાર્થોના પ્રમાણીકરણ કરનારી સંસ્થાઓ હોવા છતાં પણ `હલાલ'ના નામે અંગત ઇસ્લામી સંસ્થા હલાલ પ્રમાણપત્રની સખતાઈ કરીને હિંદુ વેપારીઓનું શોષણ કરવા લાગી. `હલાલ સર્ટિફિકેશન' એ બહારના ઇસ્લામિક દેશોની આવશ્યકતા છે. `હલાલ સર્ટિફિકેશન' એ ઘઉં, ચોખા જેવાં અનાજોને પણ આપવામાં આવે છે, એની અમને પણ જાણ નહોતી. `એવું અમારા પંથમાં ક્યાંય પણ લખેલું નથી,' એવું મુસ્લિમ મહાસંઘે હવે છતું કર્યું છે. `જમિયત-ઉલેમા-એ-હિન્દ'ના `હલાલ સર્ટિફિકેશન'ને શિયા મુસલમાન બહુસંખ્યક દેશોમાં માન્યતા નથી.