• સોમવાર, 04 માર્ચ, 2024

હાર્બરલાઈન પરનાં 165 ગેરકાયદે ઝૂંપડાં તોડી પડાયાં

મુંબઈ, તા. 28 : મધ્ય રેલવેની અતિક્રમણ વિરોધી ઝુંબેશ હેઠળ ચુનાભઠ્ઠી અને ગુરુ તેગબહાદુર નગર સ્ટેશનો વચ્ચે 165 ગેરકાયદે ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યાં હતાં એવી જ રીતે સીએસએમટી તરફ જતાં ટ્રેકની પાસેની 140 નાની દુકાનો અને ઝૂંપડાઓને પણ દૂર કરવામાં આવ્યાં હતાં, એમ મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું. 

ગેરકાયદે રહેતા લોકોએ અંદાજે 57 હેક્ટર જમીન પર અતિક્રમણ કર્યું હતું જેમાં સુરક્ષા ઝોન અને ભાવિની વિસ્તરણ યોજના માટેની જમીનનો પણ સમાવેશ થાય છે.

મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં રેલવેની જમીન પર કુલ 24,500 જેટલાં ગેરકાયદે બાંધકામો આવેલાં છે. બોમ્બે હાઈ કોર્ટે આ અતિક્રમણો દૂર કરવા સામે સ્ટે આપ્યો હતો અને અતિક્રમણકારીઓની વિગતો માગી હતી.રાજ્ય સરકારે એસઆરએ જેવી આયોજન સંસ્થા રચવાનું સૂચન કર્યું હતું અને યોજનાના અસરગ્રસ્તોના પુનર્વસનની હિમાયત કરી હતી.