• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

નેમાર 818 કરોડ રૂપિયાના કરાર સાથે અલ હિલાલ ક્લબ સાથે જોડાયો

નવી દિલ્હી, તા.16 : બ્રાઝિલના સ્ટાર ફૂટબોલ ખેલાડી નેમારએ સાઉદી અરબની ક્લબ અલ હિલાલ સાથે 818 કરોડ રૂપિયા (90 મિલિયન યુરો)નો કરાર કર્યો છે. નેમારે ફ્રેંચ ક્લબ પેરિસ સેન્ટ જર્મેન (પીએસજી) સાથે છેડો ફાડીને અલ હિલાલ સાથે રમવાનો નિર્ણય લીધો છે. અગાઉ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરબની ક્લબ અલ નાસર સાથે 75 મિલિયન ડોલર (લગભગ 625 કરોડ રૂપિયા)નો કરાર કર્યો હતો. નેમાર પીએસજી સાથે 6 વર્ષ સુધી રમ્યા બાદ હવે અલ હિલાલ ક્લબ સાથે રમવાનો નિર્ણય લીધો છે. પીએસજી તરફથી નેમારે 173 મેચમાં 118 ગોલ કર્યા હતા. અગાઉ સુપરસ્ટાર લિયોનલ મેસ્સી પણ પીએસજી છોડીને ઇન્ટર મિયાની ક્લબમાં સામેલ થયો હતો. નેમારનું પીએસજી ક્લબ છોડવાનું કારણ સાથી ખેલાડી કિલિયન એમ્બાપે સાથેના વિવાદનું માનવામાં આવે છે.