• સોમવાર, 04 માર્ચ, 2024

ગુજરાતના ઉર્વિલ પટેલનો 41 દડામાં સદીનો રેકોર્ડ

અમદાવાદ, તા.28 : ગુજરાતની ટીમના વિકેટકીપર-બેટર ઉર્વિલ પટેલે વિજય હઝારે વન ડે ટ્રોફીમાં 41 દડામાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો તે ભારતનો બીજા નંબરનો બેટધર બની ગયો છે. ઉર્વિલ પટેલે ચંદિગઢમાં અરૂણાચલ પ્રદેશ વિરૂધ્ધના મેચમાં 41 દડામાં સદીનો રેકોર્ડ બનાવ્યો છે. ઉર્વિલ પટેલે તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યાં હતા. આથી ગુજરાતની ટીમે 160 રનનું લક્ષ્ય ફકત 13 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. 2023ની આઇપીએલની હરાજીમાં તેને 20 લાખમાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો હતો. રવિવારે તેને ફ્રેંચાઇઝીએ રીલિઝ કરી દીધો હતો અને સોમવારે તેણે આતશી સદી ફટકારી હતી. 

યુસુફ પઠાણના નામે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો ભારતીય વિક્રમ છે. જે તેણે 2010માં વડોદરા તરફથી રમતા મહારાષ્ટ્ર વિરુદ્ધ ફક્ત 40 દડામાં સદી કરીને બનાવ્યો હતો.