• સોમવાર, 04 માર્ચ, 2024

હૉસ્પિટલમાં બનાવી રીલ્સ : 38 તબીબી વિદ્યાર્થી સસ્પેન્ડ  

બેંગલુરુ, તા. 11 : કર્ણાટકના ગડગમાં ગાદાગ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજના 38 સ્ટુડન્ટ્સને હોસ્પિટલ પરિસરની અંદર બનાવેલી રીલ્સ વાયરલ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વીડિયોમાં સ્ટુડન્ટ્સ હિન્દી અને કન્નડ સોંગ પર નાચતા જોવા મળી રહ્યા છે. 

હોસ્પિટલ પરિસરમાં બનેલી રીલ્સ વાયરલ થયા બાદ અનેક લોકોએ સ્ટુડન્ટ્સના વ્યવહારની આલોચના કરી. જે બાદ જીઆઇએમએસના ડાયરેક્ટર ડો.બસવરાજ બોમ્મનહલ્લીએ 38 વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા હતા. એક વીડિયોમાં ત્રણ વિદ્યાર્થિની બોલિવૂડ ગીત પર ડાન્સ કરી રહી હતી જ્યારે બીજા વીડિયોમાં 10થી વધુ સ્ટુડન્ટ્સ કન્નડ ગીતના લિરિક્સ પર એક્ટિંગ કરી રહી હતી.