• રવિવાર, 14 એપ્રિલ, 2024

વૈશ્વિક સોનું એક મહિનાની ટોચે   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 1 : અમેરિકામાં ફુગાવો ઘટી રહ્યો હોવાના સંકેતો ગઇકાલે જાહેર થયેલા આંકડાઓ પરથી આવ્યા છે એટલે સોના-ચાંદીના ભાવમાં સુધારો થયો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 2055 ડોલરની એક મહિનાની ઉંચી સપાટીએ હતો. ચાંદીનો ભાવ 22.67 ડોલર થઇ ગયો હતો. સતત બીજા સપ્તાહે સોનું સુધરવામાં સફળ રહ્યું હતુ. 

અમેરિકામાં ગઇકાલે પીસીઇ અર્થાત ફુગાવાના આંકડાઓ જાહેર તયા હતા જે ત્રણ વર્ષની નીચલી સપાટીએ રહ્યા હતા. સમાચાર પછી જૂનમાં વ્યાજદર ચોક્કસપણે પ્રથમ વખત ઘટશે તેવું જણાતા સોનામાં ખરીદી વધી હતી. આંકડાઓ બજારની અપેક્ષા પ્રમાણે આવ્યા હતા અને એમા હવે નકારાત્મકતા વધી છે. જાન્યુઆરીમાં પીસીઇ ઇન્ફ્લેશન માત્ર 2.4 ટકા વધ્યો હતો. જે ફેબ્રુઆરી 2021 પછીનો સૌથી નાનો વદારો હતો. ડિસેમ્બરમાં 2.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ફેડ ફુગાવો 2 ટકાના દરે લઇ જવા માગે છે તે તરફ હવે ટકાવારી જઇ રહી છે. 

ફુગાવો હળવો થતા ફેડને વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆત કરવાની આવશે અને સોનાની માગમાં વધારો થશે તેમ સૌ માનવા લાગ્યા છે. ડોલરનું મૂલ્ય સંજોગમાં નબળું પડશે અને સોનું ચાલશે. અલબત્ત વિષ્લેષકો કહે છેકે, આંકડા પછી સોનામાં ફાટફાટ તેજી થઇ જાય એવું નથી પણ બજાર એક વખત ઘટશે અને પછી વ્યાજદરનો સમય નજીક આવશે ત્યારે ચડવા લાગશે. વિશ્વના સૌથી મોટાં એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો સતત ઘટતી જાય છે. ફેબ્રુઆરીમાં 3.3 ટકાનો ઘટાડો થયો છે અને 2024માં 6.4 ટકા ઘટી ગઇ છે. અમેરિકાની અલગ અલગ ફેડ બેંકના વડાનું નિવેદન શુક્રવારે મોડેથી જાહેર થવાનું હતુ. એમાં કેવા સંકેતો આપવામાં આવે છે તે વ્યાજદર માટે સંકેત આપશે. 

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 130ના સુધારામાં રૂ. 63930 અને ચાંદીનો ભાવ એક કિલોએ રૂ. 600 વધીને રૂ. 70300 હતો. મુંબઇ સોનું રૂ. 575ના સુધારામાં રૂ.62816 અને ચાંદી રૂ. 586 વધતા રૂ. 69898 હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ