આ ખિતાબ જીતનારી પહેલી ભારતીય : ગ્રાંડમાસ્ટરની ઉપાધિ પણ મળી
બાતુમી (જોર્જિયા)
તા.28 : 19 વર્ષીય દિવ્યા દેશમુખ 38 વર્ષીય કોનેરૂ હમ્પીને હાર આપીને ફિડે મહિલા ચેસ
વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની છે. આ ખિતાબ જીતનારી તે ભારતની પહેલી શતરંજ ખેલાડી છે. ટૂર્નામેન્ટના
ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલમાં બે ભારતીય ખેલાડી આમને-સામને હતી. ફાઇનલ મુકબલાની પહેલી
બે ગેમ ડ્રોમાં સમાપ્ત થઇ.....