કબૂતરખાનાં બાબતે કોર્ટ અને પાલિકાની રમતમાં કબૂતરોનો મરો
તો કબૂતરખાનાં બંધ કોણે કરાવ્યાં?
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 8 : કબૂતરખાનાં બંધ કરવાનો આદેશ ન આપ્યો હોવાનું ગુરુવારે
બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું. કોર્ટે પાલિકાએ મૂકેલા પ્રતિબંધ પર સ્ટે આપવાની ના
પાડી હોવાનું જણાવી આવું કહ્યું હતું. આથી શુક્રવારે દાદર કબૂતરખાના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીને મળ્યા.....