• રવિવાર, 14 એપ્રિલ, 2024

`ફાઈટર' હવે ઓટીટી પર  

બૉલીવૂડ અભિનેતા રિતિક રોશન અને દીપિકા પદુકોણ અભિનીત ફિલ્મ `ફાઈટર' બૉક્સઅૉફિસ પર ગ્લોબલી રૂા. 336 કરોડથી વધુનો વકરો કર્યો છે ત્યારે હવે ફિલ્મને ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવાની તૈયારી મેકર્સ કરી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શન હેઠળ બનેલી એરિયલ એક્શન ફિલ્મ ફાઈટર રૂા. 250 કરોડમાં બની છે. ભારતીય બૉક્સઅૉફિસ પર ફિલ્મે રૂા. 211 કરોડનું કલેક્શન કર્યું હોવા છતાં ફિલ્મ ફ્લોપ હોવાનું કહેવાઈ રહ્યું છે, કારણ કે સેટેલાઈટ રાઈટ્સ ઉપરાંત ઓટીટી સ્ટ્રીમિંગ માટે નેટફ્લિક્સ સાથે કરોડો રૂપિયાની ડીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. કહેવાઈ રહ્યું છે કે દીપિકા અને રિતિકની દેશભક્તિ દર્શાવતી ફિલ્મના રાઈટ્સ નેટફ્લિક્સે રૂા. 150 કરોડમાં ખરીદ્યા છે. વર્ષ 2019માં પુલવામા હુમલા અને બાલાકોટ ઍરસ્ટાઈક પર બનેલી ફિલ્મને માર્ચ મહિનામાં હોળી દરમિયાન રિલીઝ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે, નેટફ્લિક્સે મામલે હજુ સત્તાવાર જાહેરાત કરી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ