• બુધવાર, 22 મે, 2024

મુંબઈમાં શાંતિ જળવાશે?  

લોકસભાની ત્રીજા તબક્કાની 11 બેઠકોનું મતદાન પૂર્ણ થયું છે. ચોથો તબક્કો અને મહારાષ્ટ્રનો છેવટનો તબક્કો 20 મે રોજ પૂર્ણ થશે. આવતા સોમવારે ધુળે, દિંડોરી, નાસિક, પાલઘર, થાણે, કલ્યાણ, ભિવંડી અને મુંબઈનાં મતદાર ક્ષેત્રોમાં મતદાન થશે. સ્વાભાવિક છે કે મંગળવાર પછી મહારાષ્ટ્રના બધા નેતાઓનું લક્ષ વિસ્તારોમાં કેન્દ્રિત હશે. બેઠકો જીતવા માટે શાસક અને વિપક્ષ પ્રયાસોની પરાકાષ્ઠા કરશે. કારણ મુંબઈ પર કોનું વર્ચસ, પ્રશ્ન હેઠળ મુંબઈ પૂરતો મર્યાદિત નથી. તેના પ્રત્યાઘાત દેશભરમાં ઉમટતા હોય છે.

મુંબઈમાં ચૂંટાઈ આવતા પક્ષની કેન્દ્રમાં સરકાર આવે છે, એવી આજ સુધીની માન્યતા છે. એક સમયે મુંબઈમાં કૉંગ્રેસના પાંચ અને રાષ્ટ્રવાદીનો એક ઉમેદવાર ચૂંટાઈ આવ્યો હતો તે વેળા કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી; પછીથી પરિસ્થિતિ બદલાઈ છે. ભાજપના 13 અને શિવસેનાના ત્રણ સાંસદ ચૂંટાઈ આવ્યા ત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી. હવે ભાજપ અને શિંદેની શિવસેનાએ પ્રત્યેક એક ઉમેદવાર ઊભા કર્યા છે. મહાવિકાસ આઘાડી દ્વારા ઠાકરે જૂથે ચાર બેઠક પર અને કૉંગ્રેસે બે બેઠક પર ઉમેદવાર ઊભા કર્યા છે. હવે કોઈપણ પરિસ્થિતિમાં મુંબઈ પર વર્ચસ મેળવવા માટે ભાજપનું પ્રાધાન્ય હશે.

કેન્દ્રીય પ્રધાનો મુંબઈમાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ સભા થશે. 17 મેએ મુંબઈમાં બે સ્થળે મહાવિકાસ આઘાડી અને મહાયુતિની સભા થશે. મુંબઈમાં પ્રથમ વખત શાસક અને વિરોધી પક્ષોની સભા હોવાથી મુંબઈ જામ થશે. કૉંગ્રેસે પણ તેમના રાજ્યોના નેતાઓ, તેમ મહારાષ્ટ્રથી અન્ય જિલ્લાના નેતાઓને મુંબઈ આવવાનો આદેશ આપ્યો છે. દરેકને મતદાર ક્ષેત્ર વિતરિત કરવામાં આવશે. દરેક મતદાર ક્ષેત્રમાં ઉદ્ધવ ઠાકરે મશાલ પેટાવવાનું કામ કરશે. જ્યારે બે મતદાર ક્ષેત્રમાં ઉદ્ધવ સેના કૉંગ્રેસના હાથ શક્તિશાળી બનાવવાનું કામ કરશે.

થાણેમાં છેલ્લા કેટલાક દિવસોથી પથ્થરફેંક, એકમેકના અંગ પર ધસી જવું, વાદ-વિવાદ એવા પ્રકાર શરૂ થયા છે. લગભગ અઠવાડિયું દસ લોકસભા મતદાર ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની મોટી જવાબદારી પોલીસ દળે પાર પાડવાની છે. કમનસીબે જો કોઈ અપ્રિય ઘટના બને તો તેના પ્રત્યાઘાત વિધાનસભામાં વધુ આક્રમક પડશે. અત્યાર સુધી શાસક પક્ષ અને વિપક્ષના કાર્યકર્તાઓ વચ્ચે નાનું મોટું ઘર્ષણ થયું છે પણ પરિસ્થિતિ હાથ બહાર નથી ગઈ. 

હાલ મુંબઈથી પોતાના ગામ જનારાઓની ગાડીઓનું રિઝર્વેશન ફુલ છે. રેલવેએ બુકિંગ શરૂ કરતાં અને ગણતરીના સમયમાં બધી ગાડીઓનું બુકિંગ થઈ જતું હોય છે. આવી સ્થિતિમાં મતદાનની ટકાવારી વધારવાની અને કોઈ અઘટિત બનાવ બને નહીં તે કામ શાસને કરવાનું રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક