• રવિવાર, 14 એપ્રિલ, 2024

મૅચ દિલ્હી જીત્યું, પણ ધોનીએ દર્શકોનાં દિલ જીત્યાં   

વિશાખાપટ્ટનમ, તા.1: મહેન્દ્રસિંહ ધોની આઇપીએલની 17મી સીઝનમાં પહેલીવાર બેટિંગ કરવા ઉતર્યો ત્યારે દર્શકો ખુશીના માર્યા ઉછળી પડયા હતા. ધોનીએ આવતાની સાથે મુકેશકુમારના દડામાં ચોક્કો ફટકારી તેની ઇનિંગની શરૂઆત કરી. પછી ધોનીએ તેના જૂના અંદાજમાં બેટિંગ કરી હતી અને 16 દડામાં 3 છક્કા અને 4 ચોક્કાથી અણનમ અને આતશી 37 રનની ઇનિંગ રમીને દર્શકોને ખુશ કરી દીધા હતા. સીએસકેને મેચમાં તો હાર મળી, પણ ધોનીએ તેની બેટિંગથી દર્શકોનાં દિલ જીતી લીધા. ધોની જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે દિલ્હી સામે જીત માટે ચેન્નાઇને 23 દડામાં જીત માટે 72 રનની જરૂર હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ