• સોમવાર, 04 માર્ચ, 2024

લોકમાન્ય ટીળક ટર્મિનસ પર એક સપ્તાહનો પાવર બ્લૉક  

મુંબઈ, તા. 11 : મધ્ય રેલવેમાં લાંબા અંતરની ટ્રેનોની સુવિધામાં વધારો કરવા માટે લોકમાન્ય ટીળક ટર્મિનસ પર તા. 11થી 18 ફેબ્રુઆરી (રવિવાર) સુધી સાત દિવસનો પાવર બ્લૉક લેવામાં આવ્યો છે. બ્લૉકને કારણે લાંબા અંતરની ટ્રેનો પર અસર પડશે. ખાસ કરીને ઉત્તર ભારત તરફથી આવતી અને જતી ટ્રેનો પ્રભાવિત થશે. બ્લૉક દરમ્યાન ઘણી ટ્રેનોને થાણે સ્ટેશન પર ટર્મિનેટ કરી દેવામાં આવશે. મધ્ય રેલવેમાં માટુંગા-થાણે અપ અને ડાઉન સ્લો લાઇન સવારે 11.05થી બપોરના 3.35 સુધી બ્લૉક રહેશે. બ્લૉક દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)-દાદરથી નીકળનારી ડાઉન મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોને વિદ્યાવિહાર-થાણે અને દિવા સ્ટેશનો વચ્ચે પાંચમી લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. દાદર-સીએસએમટી આવનારી અપ મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોને કલ્યાણ અને વિક્રોલી સ્ટેશન વચ્ચે છઠ્ઠી લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. 

હાર્બર લાઇન પર પનવેલ-વાશી અપ અને ડાઉન હાર્બર લાઇન સવારે 11.05 વાગ્યાથી બપોરના 4.05 સુધી બ્લૉક રહેશે, જેમાં બેલાપુર-ઉરણ અને નેરુલ-ઉરણ સેવા પર અસર નહી પડે.