• સોમવાર, 04 માર્ચ, 2024

ગુજરાતની એસએમઈ કંપનીઓએ જાહેર ભરણાં દ્વારા રૂા. 1168 કરોડ ઊભા કર્યા

ગુજરાતનો હિસ્સો 24 ટકા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : વર્ષ 2023માં પ્રાઈમરી માર્કેટમાંથી અનેક મોટી કંપનીઓએ નાણાં ઊભાં કર્યાં હતાં. સાથે સાથે એમએમઈ કંપનીઓએ પણ મોટા પાયે નાણાં ઊભાં કર્યાં છે.

કેલેન્ડર વર્ષ 2023માં ગુજરાતની 45 એસએમઈ કંપનીઓએ જાહેર ભરણાં દ્વારા રૂા. 1168 કરોડ ઊભા કર્યા હતા. રાષ્ટ્રીય સ્તરે 134 કંપનીઓએ રૂા. 3655 કરોડ એકત્ર કર્યા હતા. ગુજરાતનો હિસ્સો 24 ટકાનો છે.

ગુજરાતની એસએમઈ કંપનીઓએ વર્ષ 2023માં જે નાણાં પબ્લિક ઇસ્યૂ દ્વારા ઊભા કર્યા છે વર્ષ 2022 કરતાં 81 ટકા અને વર્ષ 2021ની સરખામણીએ 711 ટકા વધારે હતા. વર્ષ 2022માં ગુજરાતની 32 એમએમઈ કંપનીઓએ જાહેર ભરણાં દ્વારા રૂા. 644 કરોડ અને વર્ષ 2021માં નવ કંપનીઓએ રૂા. 144 કરોડ ઊભા કર્યા હતા. ગુજરાતમાં સૌથી વધુ એસએમઈ એકમો છે.