• રવિવાર, 14 એપ્રિલ, 2024

દેશનાં ચાર રાજ્યમાં વરસાદ-વાવાઝોડાથી વિનાશ   

બંગાળમાં પાંચનાં મૃત્યુ, 100 ઘાયલ; આસામ ઍરપોર્ટની છત તૂટી; મિઝોરમમાં ચર્ચ ધરાશાયી 

નવી દિલ્હી, તા. 1 : રવિવારે અચાનક આવેલા તોફાન અને વરસાદે દેશના ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ, મિઝોરમ અને મણિપુરમાં ભારે તબાહી મચાવી હતી. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં પાંચ લોકોનાં મોત થયાં છે. 100 લોકો ઘાયલ થયા છે. આસામના ગુવાહાટીમાં ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે વરસાદને કારણે નોંધપાત્ર નુકસાન થયું છે. એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ફ્લાઇટની અવરજવર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ