નવી દિલ્હી, તા. 18 (એજન્સીસ) : દેશમાં 1 એપ્રિલથી 16 સપ્ટેમ્બર દરમિયાન સીધા વેરાનું ચોખ્ખું કલેક્શન વાર્ષિક ધોરણે 23.5 ટકા વધીને રૂા. 8.65 લાખ કરોડ થયું હોવાનું નાણાં મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવેલા સીધા વેરામાં વ્યક્તિગત આવેકવેરાના રૂા. 4.47 લાખ કરોડ અને કૉર્પોરેટ ટૅક્સ પેટે રૂા. 4.16 લાખ કરોડની રકમનો સમાવેશ થાય છે.
રિફન્ડ આપવામાં આવ્યા પહેલાં વેરાની કુલ વસૂલી રૂા. 9.87 લાખ કરોડની થઈ હતી, જે વાર્ષિક ધોરણે 18.3 ટકાનો વધારો દર્શાવે છે. કૉર્પોરેટ અને એક્સાઈઝ ટૅક્સનું કલેક્શન આ નાણાવર્ષના બજેટ અંદાજ અનુસાર રહેવાની ધારણા હોવાનું ફાઈનાન્સિયલ સર્વિસીસ સચિવ અજય શેઠે જણાવ્યું છે.
વ્યક્તિગત આવકવેરા પછી બીજા ક્રમે આવતા કૉર્પોરેટ ટૅક્સ તેમજ એક્સાઈઝ ડયૂટીનું કલેક્શન આ નાણાવર્ષના પહેલા ચાર માસમાં 10.4 ટકા ઘટયું હતું. જે પાછલા વર્ષના સમાન ગાળામાં 26 ટકા વધ્યું હતું.
એપ્રિલ - જુલાઈ દરમિયાન વેરાની કુલ આવક રૂા. 8.94 લાખ કરોડની થઈ હતી, જે વાર્ષિક ધોરણે માત્ર 2.8 ટકા વધારે હતી, એમ કન્ટ્રોલર જનરલ અૉફ એકાઉન્ટ્સ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડામાં દર્શાવવામાં આવ્યું હતું.
નાણાવર્ષ 2023-24ના રૂા. 33.61 લાખ કરોડના સીધા વેરાની વસૂલી કરવાનાં લક્ષ્યને હાંસલ કરવા માટે વધુ