• રવિવાર, 14 એપ્રિલ, 2024

દેશમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રની કામગીરી 16 વર્ષની ટોચે  

માર્ચમાં પીએમઆઈ 59.1

નવી દિલ્હી, તા. 2 (પીટીઆઈ) : ખાનગી સર્વેક્ષણ મુજબ માર્ચ 2024માં દેશના મેન્યુફેકચરિંગ ક્ષેત્રનું ઉત્પાદન છેલ્લાં 16 વર્ષમાં સૌથી વધુ થયું હતું. તેમ ઉત્પાદન અને વેચાણ અૉક્ટોબર 2020 પછી સૌથી ઝડપી રહ્યું હતું. માર્ચમાં એચએસબીસી ઇન્ડિયા મેન્યુફેકચરિંગ પીએમઆઈ 59.1 આવ્યો હતો અને તે સમયે દેશનાં ઇન્પુટ સ્ટોકમાં લગભગ વિક્રમ વધારો થયો હતો. ફેબ્રુઆરીમાં પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) 56.9 હતો જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ ઝડપી હતો. જાન્યુઆરીમાં તે 56.5 હતો. 50 અંકથી ઉપરનો અંક પીએમઆઈ હોય તે દેશ માટે સારી બાબત કહેવાય, જે ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ દર્શાવે છે. ભારતમાં છેલ્લા સતત 33 મહિનાઓથી 50 અંકથી ઉપર પીએમઆઈ હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ