• રવિવાર, 14 એપ્રિલ, 2024

નવા પાકના ઘઉં નહીં ખરીદવા વેપારીઓને સરકારની સૂચના  

ખાલી થયેલાં સરકારી ગોદામો ફરીથી ભરવાનો ઉદ્દેશ

નવી દિલ્હી, તા. 2 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે સ્થાનિક તેમ વિદેશી વેપારી પેઢીઓને નવા પાકના ઘઉં ખેડૂતો પાસેથી ખરીદવાથી હાલ પૂરતા દૂર રહેવાની સૂચના આપી છે જેથી ફૂડ કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા (એફસીઆઈ)નાં ખાલી થયેલાં ગોદામો ફરીથી ભરી શકાય. વિશ્વમાં ઘઉંના ઉત્પાદન અને વપરાશમાં બીજા ક્રમે આવતા ભારતે 2022માં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. 2022 અને 2023માં સૂકા હવામાનથી પાકને નુકસાન થયા પછી વધી ગયેલા ભાવને ડામવા અને ઘટી ગયેલા સ્ટૉકને ફરીથી ભરી લેવા સરકાર આતુર છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ