• રવિવાર, 14 એપ્રિલ, 2024

ગૅસ પુરવઠો બંધ થઈ જતાં દહિસરવાસીઓ ત્રસ્ત  

દહિસર પોલીસ સ્ટેશન પાસે કૅબલ નાખવાના કામ દરમિયાન પીએનજી પાઇપલાઇનને નુકસાન થતાં કલાકો સુધી ગૅસ પુરવઠો ઠપ્પ

મુંબઈ, તા. 2 : દહિસર (પૂર્વ)માં ગઈ કાલે સવારે 11 વાગ્યાથી મહાનગર ગૅસ પાઇપલાઇનને નુકસાન થવાથી રહેવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડયો હતો.  સવારે 11 વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં પીએનજી ગૅસ લાઇનનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. મહાનગર ગૅસના અધિકારીના જણાવ્યા અનુસાર દહિસર પોલીસ સ્ટેશનની નજીક એમટીએનએલના કેબલ પાથરવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે જેસીબી દ્વારા ગૅસની પાઇપલાઇનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જેને કારણે સાવચેતીના પગલારૂપે સ્વામી વિવેકાનંદ રોડ, ભરૂચા રોડ, આનંદ નગર, શક્તિ નગર, ક્રિષ્ણા કૉલોની, અવધૂત નગર જેવા વિસ્તારોમાં ગૅસ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ