• રવિવાર, 14 એપ્રિલ, 2024

મુંબઈમાં પ્રૉપર્ટી ટૅક્સની આવક 10 વર્ષમાં સૌથી ઓછી  

નવ લાખ કરતાં વધુ પ્રૉપર્ટીમાંથી રૂા. 3195 કરોડની આવક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : નાણાકીય વર્ષ 2023-24માં બીએમસી (બૉમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન)ની પ્રોપર્ટી ટૅક્સની આવક 43 ટકા ઘટીને રૂા. 3195.90 કરોડ થઈ છે. ગયા વર્ષે આવક રૂા. 5575.40 કરોડની થઈ હતી. વર્ષ 2023-24માં પ્રોપર્ટી ટૅક્સની આવક થઈ છે છેલ્લાં 10 વર્ષમાં સૌથી ઓછી થઈ છે. મુંબઈમાં 9 લાખ કરતાં વધુ પ્રોપર્ટીઝ છે એમાંથી આવક થઈ છે. જોકે, આમાંથી 3.60 લાખ પ્રોપર્ટી પર ટૅક્સ નથી લાગતો કારણ કે 500 ચોરસ ફુટ કરતાં ઓછી છે. આમ, બીએમસીને 5.90 લાખ પ્રોપર્ટીમાંથી રૂા. 3195 કરોડની પ્રોપર્ટી ટૅક્સની આવક થઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ