મુંબઈ, તા. 10 : મધ્ય રેલવેના સીએસએમટી- ભાયખલા દરમિયાન અપ ફાસ્ટ લાઈન ઉપર સિગ્નલ યંત્રણામાં સોમવારે બપોરે 4.30 વાગ્યે ખામી સર્જાયા બાદ અને ડાઉન ફાસ્ટ લાઈન ઉપર રેલવ્યવહાર ખોરવાયો હતો. સોમવારે બપોરે 4.30 વાગ્યે સીએસએમટી-ભાયખલા સ્ટેશનો દરમિયાન સિગ્નલ યંત્રણામાં ખામી સર્જાયા બાદ લોકલ સેવા ખોરવાઈ ગઈ હતી. યાંત્રિક ખામીનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું હોવાનું રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું. લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાતા સ્ટેશનો ઉપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. ધસારાના સમયે રેલવે ખોટકાતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. દરમિયાન મોડી સાંજે રેલ વ્યવહાર પૂર્વવત થયો હતો.