• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

રિઝર્વ બૅન્ક સાયબર સિક્યોરિટીના નિયમો કડક બનાવશે  

નવા નિયમોનો અમલ એપ્રિલ 2024થી થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : સાયબર રિસ્કસમાં સતત વધારો થઈ રહ્યો છે એને કારણે ડિજિટલ પેમેન્ટ્સની સેફ્ટી અને સિક્યોરિટીમાં વધારો થાય એ માટે રિઝર્વ બૅન્ક સાયબર સિક્યોરિટીના નિયમો કડક બનાવશે.રિઝર્વ બૅન્કએ પેમેન્ટ સિસ્ટમ અૉપરેટરો (પીએસઓ) માટે ડ્રાફ્ટ રેગ્યુલેશન્સની જાહેરાત કરી છે. રિઝર્વ બૅન્કની દરખાસ્ત છે કે મોટા નોન-બૅન્ક પીએસઓ માટે આનો અમલ 1 એપ્રિલ 2024થી, મિડિયમ સાઇઝના નોન-બૅન્ક પીએસઓ માટે 1 એપ્રિલ 2026થી અને નાના નોન-બૅન્ક પીએસઓ માટે 1 એપ્રિલ 2028થી કરવામાં આવશે.

ડ્રાફ્ટ નોર્મ્સ માટે રિઝર્વ બૅન્કએ 30 જૂન સુધી ફિડબેક મગાવ્યા છે.

ડ્રાફ્ટ નોર્મ્સમાં સાયબર સિક્યોરિટીના આઈડેન્ટિફિકેશન, એસેસમેન્ટ, મોનિટરિંગ અને મૅનેજમેન્ટ માટે ગવર્નન્સ મિકેનિઝમનો સમાવેશ કરાયો છે. સેફ અને સિક્યોર ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ માટે બેઝલાઇન સિક્યોરિટી મેઝર્સ પણ આવરી લેવાશે.ડ્રાફ્ટ નોર્મ્સમાં જણાવ્યું છે કે કાર્ડ પેમેન્ટ, પ્રી-પેઇડ પેમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને મોબાઇલ બૅન્કિંગ માટેની સિક્યોરિટી અને રિસ્કમિટિગેશન માટેની વર્તમાન ઇન્સ્ટ્રક્શન્સ તો ચાલુ જ રહેશે.

ડ્રાફ્ટ નોર્મ્સ મુજબ પીએસઓએ કી રિસ્ક ઇન્ડિકેટર્સ (કેઆરઆઈ) અને કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (કેપીઆઈ) નક્કી કરવા પડશે.ઇન્ફર્મેશન સિક્યોરિટી રિસ્ક મૅનેજ કરવા માટે પીએસઓએ બોર્ડની મંજૂરી ધરાવતી ઇન્ફર્મેશન સિક્યોરિટી (આઈએસ) પૉલિસી તૈયાર કરવી પડશે.

ડ્રાફ્ટમાં જણાવ્યું છે કે વિવિધ સાયબર રિસ્ક માટે પીએસઓએ બિઝનેસ કન્ટિન્યુટી પ્લાન (બીસીપી) ડેવલપ કરવો પડશે. પીએસઓએ બોર્ડ દ્વારા એપ્રુવ કરેલો સાયબર ક્રાઇસીસ મૅનેજમેન્ટ પ્લાન તૈયાર કરવો પડશે. એક્સટર્નલ થ્રેટ્સથી નેટવર્ક અને સિસ્ટમનું પ્રોટેક્શન થાય એ માટે પીએસઓએ પગલાં લેવા પડશે. પીએસઓએ ક્રોમ્પ્રિહેન્સિવ ડાટા લિક પ્રિવેન્શન પૉલિસીનો અમલ કરવો પડશે.