• સોમવાર, 04 માર્ચ, 2024

સમીર વાનખેડેને હાઈ કોર્ટે દસમી જાન્યુઆરી સુધી રાહત આપી

મુંબઈ, તા. 28 : બૉમ્બે હાઇ કોર્ટે આઇઆરએસ અધિકારી સમીર વાનખેડેને ખંડણી અને લાંચ મામલે રાહત આપી છે. સમીર વાનખેડે વિરુદ્ધ કોઇપણ દંડાત્મક કાર્યવાહીની વચગાળાની સુરક્ષા 10મી જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે. 

ન્યાયાધીશ પી. ડી. નાઇક અને ન્યાયાધીશ એન. આર. બોરકરની ખંડપીઠે જણાવ્યું હતું કે દસમી અને 11મી જાન્યુઆરી 2024એ સીબીઆઇ દ્વારા નોંધાવાયેલી એફઆઇઆર રદ કરવાની વાનખેડેની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે. સીબીઆઇએ ક્રુઝ ડ્રગ કેસમાં સમીર વાનખેડેને ખંડણી અને લાંચ મામલે આરોપીની હરોળમાં નામાંકિત કર્યા છે. 

સીબીઆઇએ દસમી અને 11મી જાન્યુઆરીએ પોતાનો પક્ષ રાખવાની વાત કોર્ટમાં જણાવી હતી જે કોર્ટે મંજૂર કરીને વાનખેડેને વચગાળાની રાહત આપી હતી.