• રવિવાર, 14 એપ્રિલ, 2024

હિંદ મહાસાગરમાં ઘેરાયું ચીન?

નવી દિલ્હી, તા.1 : માલદીવને પંપાળી હિંદ મહાસાગરમાં દબદબો ઉભો કરવા મથી રહેલા ચીનને કાબૂ કરવા ભારત અને અમેરિકાએ સાથે મળીને ઘેરાવ કર્યો છે. ચીનનો માલદીવ પ્લાન નિષ્ફળ બનાવતા ભારતે રણનીતિક રીતે મહત્વના લક્ષદ્વીપમાં આઈએનએસ જટાયુ નેવી બેઝનું નિર્માણ કર્યુ છે જેના ઉદ્ઘાટનનો અવસર આવી ગયો છે.

છેલ્લા કેટલાક સમયથી હિંદ મહાસાગરમાં ચીનની હિલચાલ વધી છે. ચીની યુદ્ધક અને જાસૂસી જહાજોના આંટાફેરા વધ્યા છે તેવા સમયે ભારતે પણ તૈયારીઓ વધારી છે. ભારતે હિંદ મહાસાગરને સંલગ્ન આફ્રિકી દેશ મોરિશસના અગાલેગામાં નવી એર સ્ટ્રીપ અને જહાજોને લાંગરવા લાયક જેટીનું નિર્માણ કર્યુ છે. હવે લક્ષદ્વીપના મિનિકોય ટાપુ ઉપર આઈએનએસ જટાયુ નેવી બેઝનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યંy છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ