• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

`મોદીરાજ'માં ભારતનું માન વધ્યું : સર્વે   

નવી દિલ્હી, તા. 25 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ મળ્યા પછી વિશ્વમાં ભારતનું માન વધ્યું છે. ભારત વિદેશી રોકાણ માટે સૌથી આકર્ષક દેશ બનવા લાગ્યો છે, તેવું એક સર્વે નોંધે છે. દેશના 63 ટકા નાગરિકો એવું માની રહ્યા છે કે, મોદીના કાર્યકાળ દરમ્યાન દુનિયા ભારતને આદર સાથે જોવા લાગી છે. તેવું એનડીટીવી-સીએસડીએસના સર્વેમાં જણાવાયું છે. આ સર્વે મુજબ અડધો અડધથી વધુ લોકો તો એવું માને છે કે, અત્યારે  ભારત જ દુનિયાનું  સરતાજ છે. મોટા-મોટા દેશ ભારતની શરતો સ્વીકારી સોદા અને સમજૂતી કરવા લાગ્યા છે. સર્વેમાં માત્ર 23 ટકા લોકોએ આવી કોઇ અસર હોય તેવું નહીં હોવાનું જણાવ્યું હતું. તો 14 ટકા લોકોએ  આવા સવાલનો કોઇ જ જવાબ નથી આપ્યો.

મોદી 2014માં પહેલીવાર સત્તા પર આવ્યા ત્યાર પછીથી થોડા સમયમાં જ અનેક મોટા દેશોના વડાઓ વિવિધ સમજૂતી -કરારો માટે ભારત પ્રવાસે આવવા લાગ્યા. સર્વે મુજબ 55 ટકા નાગરિકોનું કહેવું છે કે, `મોદીરાજ'માં ભારત વિદેશી રોકાણ માટે સૌથી આકર્ષક દેશ બન્યો છે.ઉલ્લેખનીય છે કે, અમેરિકા જેવા વિકસિત, શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ જો બાયડન કહી ચૂક્યા છે કે, મોદીની લોકપ્રિયતાએ મને પરેશાન કરી મૂક્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ