• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

અૉટોમોબાઇલ પૂરપાટ : મેમાં વાહનોના વેચાણમાં 10 ટકાનો ઉછાળો   

નવી દિલ્હી, તા.5 : યાત્રી અને દ્વિચક્રી વાહનો તથા ટ્રેક્ટર સહિતનાં વાહનોની મજબૂત માગને પગલે મે માસમાં ઓટો મોબાઇલ ક્ષેત્રે રિટેલ વેચાણમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. ઓટો માબાઇલ ડીલરોની સંસ્થા ફાડાએ જણાવ્યા અનુસાર મે 2022માં 18,33,421 એકમોનાં વેચાણ સામે ગત માસમાં રિટેલ વેચાણ વધીને 20,19,414 યુનિટનું થયું છે. મે માસમાં યાત્રી વાહનોનાં વેચાણમાં 4 ટકાનો વધારો થયો છે. તો ટૂ વ્હીલરનાં વેચાણમાં 9 ટકાનો ઉછાળો આવ્યો છે. ટ્રેક્ટરનાં વેચાણની વાત કરવામાં આવે તો તેમાં પણ 10 ટકાનો મોટો વધારો થયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ