• રવિવાર, 14 એપ્રિલ, 2024

1500 પેજમાં જ્ઞાનવાપીની હકીકત  

કોર્ટમાં સીલબંધ કવરમાં રિપોર્ટ અપાયો : 21 ડિસેમ્બરે વધુ સુનાવણી

નવી દિલ્હી, તા. 18 : ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઇ) જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો 1500 પેજનો સર્વેક્ષણ રિપોર્ટ જિલ્લા ન્યાયાધીશ વારાણસીની અદાલતમાં રજૂ કરી દીધો છે. રિપોર્ટ એક સીલબંધ કવરમાં એએસઆઇએ અદાલતને સોંપ્યો છે. જજે મામલે સુનાવણી માટે 21મી ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. દરમિયાન મુસ્લિમ પક્ષે રિપોર્ટને સાર્વજનિક કરવાનો વિરોધ કર્યો હતો જ્યારે સીલબંધ કવર ઉપર હિંદુ પક્ષકારો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જજ સમક્ષ રિપોર્ટ પક્ષકારોને મેઇલનાં માધ્યમથી આપવાની અપીલ કરવામાં આવી હતી. 

એએસઆઇએ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલા જ્ઞાનવાણી પરિસરનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કર્યું છે. જેનાથી જાણવા મળશે કે 17મી સદીમાં મસ્જિદનું નિર્માણ પહેલાથી રહેલા કોઈ હિંદુ મંદિરની સંરચના ઉપર કરવામાં આવ્યું હતું કે નહીં. અદાલતે પાંચમી ઓક્ટોબરના રોજ એએસઆઇને ચાર અઠવાડિયાનો વધારે સમય આપ્યો હતો અને કહ્યું હતું કે સર્વેક્ષણનો સમયગાળો હવે વધારવામાં આવશે નહીં. પહેલા ચાર ઓગસ્ટ અને સપ્ટેમ્બરના રોજ સમય લંબાવવામાં આવ્યો હતો.  

મામલે હિંદુ પક્ષકારના વકીલ વિષ્ણુ શંકર જૈને દાવો કર્યો છે કે, રિપોર્ટ સારો આવશે. રિપોર્ટની કોપી હજી મળી નથી. કોપી મળ્યા બાદ તેનો અભ્યાસ કરવામાં આવશે. સર્વેક્ષણ ત્યારે શરૂ થયું હતું જ્યારે અલ્હાબાદ હાઇ કોર્ટે વારાણસી જિલ્લા અદાલતના આદેશને યથાવત રાખ્યો હતો અને ચુકાદો આપ્યો હતો કે વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ