• શનિવાર, 20 જુલાઈ, 2024

એચએસસીનું પરિણામ દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભિનંદન

મહારાષ્ટ્રમાં હાયર સેકન્ડરી સર્ટિફિકેટ-એચએસસીનાં પરિણામ ઘોષિત થયાં છે. એચએસસીની પરીક્ષામાં કન્યાઓએ કિશોરોને પાછળ રાખ્યા છે. બોર્ડના બધાં નવ મંડળોમાં છોકરાઓની સરખામણીમાં 3.84 ટકા વધુ કન્યાઓએ સફળતા મેળવી છે. બોર્ડ અનુસાર એચએસસી પરીક્ષાનું કુલ રિઝલ્ટ 93.37 ટકા રહ્યું. 2023ની સરખામણીમાં 2024નું પરિણામ બહેતર રહ્યું છે. પાસ થનારી કન્યાઓનું પ્રમાણ 95.44 ટકા તો છોકરાઓનું 91.30 ટકા છે.

ફેબ્રુઆરી-માર્ચ 2024માં થયેલી 12માની પરીક્ષા માટે કુલ 14,33,371 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, રજિસ્ટ્રેશન કરાવ્યા છતાં 9401 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નહોતા બેઠા. તેઓ શા માટે નહોતા બેઠા તેનાં પાછળનાં કારણો શોધવાં રહ્યાં, કારણ કે સંખ્યા નાનીસૂની નથી. બોર્ડની પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કમાલ કરી દાખવી છે. શારીરિક અક્ષમ હોવા છતાં દિવ્યાંગ વિદ્યાર્થીનું પાસિંગ પર્સન્ટેજ 94.20 રહ્યું છે. નેત્રહીન વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 95.25 ટકા, બધિર વિદ્યાર્થીઓનું 77.54 ટકા, મૂક વિદ્યાર્થીઓનું 80.90 ટકા રિઝલ્ટ પણ ધ્યાન ખેંચનારું છે.

વર્ષે પણ મુંબઈ મંડળનું રિઝલ્ટ સૌથી ઓછું આવ્યું છે. રિઝલ્ટમાં મુંબઈ નવમા નંબર પર ફેંકાઈ ગયું છે. મુંબઈ વિભાગનું રિઝલ્ટ 91.95 ટકા આવ્યું છે જ્યારે રાયગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ ગયા વર્ષની જેમ વેળા પણ જોરદાર બાજી મારતાં રિઝલ્ટમાં ટોચનું સ્થાન જાળવ્યું છે. રાયગઢનું રિઝલ્ટ 94.83 ટકા છે. રિઝલ્ટ જોતાં વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનો ડર હજી દૂર નથી થયો, બારમાની પરીક્ષામાં રાજ્યમાં 90 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયનું રિઝલ્ટ 93 ટકા આવ્યું છે તેમાં મુંબઈના 23 હજાર 436 વિદ્યાર્થી છે, જ્યારે બે હજાર વિદ્યાર્થી અંગ્રેજીના પેપરમાં બેઠા નહોતા.

ભાષા વિષયમાં અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. માતૃભાષા મરાઠી વિષયનું રાજ્યનું પરિણામ 96.96 ટકા આવ્યું છે. આટલું રિઝલ્ટ હોવા છતાં વિષયમાં 24 હજાર 744 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. મુંબઈ મંડળમાં 3339 વિદ્યાર્થીઓને વિષય ભારે પડયો છે, જ્યારે હિન્દી વિષયમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. એન્જિનિયરિંગ માટે ભવિષ્યમાં ઉપયોગી એવા ગણિત અને સ્ટેટિસ્ટિક્સ વિષયનું રિઝલ્ટ 97.81 ટકા આવ્યું છે. વિષયમાં 12 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

અંગ્રેજી વિષય આપણી માતૃભાષા નહીં હોવાથી અનેક વિદ્યાર્થીઓમાં તેનો ડર હજી ગયો નથી. અંગ્રેજી ફક્ત વર્ગમાં કલાક જેટલો મર્યાદિત રાખવામાં આવતાં તે મુશ્કેલ બની લાગે છે. મૂળમાં અનેક વિદ્યાર્થીઓનો ભાષાનો પાયો મજબૂત નથી હોતો, તેનું પરિણામ બારમાના રિઝલ્ટમાં જણાય છે. બારમામાં ઉત્તીર્ણ થયેલા તમામને અભિનંદન. નાપાસ થયેલાઓએ હતાશ નહીં થતાં પરીક્ષા એટલે જીવનની અંતિમ પરીક્ષા નથી તેને લઈ નિરાશ નહીં થતાં આગળની પરીક્ષા માટેની સારી તૈયારી કરવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ