• રવિવાર, 14 એપ્રિલ, 2024

મોદીની ગૅરન્ટી પૂર્ણ : ઝારખંડને આપી રૂા. 35,700 કરોડની યોજનાઓની ભેટ  

સિન્દ્રીમાં મોટો ખાતર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત

ધનબાદ, તા. 1 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઝારખંડમાં 35700 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું.  ધનબાદ જીલ્લાના સિન્દ્રીમાં સ્થિત હિંદુસ્તાન ઉર્વરક અને રસાયણ લિમિટેડના 8900 કરોડ રૂપિયાથી વધારેની પડતરથી વિકસિત ઉર્વરક પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. પ્લાન્ટથી દેશમાં પ્રતિવર્ષ લગભગ 12.7 એલએમટી (લાખ મેટ્રીક ટન) સ્વદેશી યુરિયાનું ઉત્પાદન થશે. જેનાથી દેશના કિસાનોને લાભ થશે. ગોરખપુર અને રામાગુંડમમાં ઉર્વરક સંયંત્રોના કાયાકલ્પ બાદ દેશમાં બીજી વખત ચાલુ થનારો ત્રીજો પ્લાન્ટ છે. મોદીએ દરમિયાન કહ્યું હતું કે મોદીની ગેરન્ટી પુરી થઈ છે. 

મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ભારતમાં યુરિયાનું ઉત્પાદન 2014ના 225 લાખ ટનથી વધીને 310 લાખ ટન સુધી પહોંચી ગયું છે. જે ખાતરના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં મહત્વનું પગલું છે. કાર્યક્રમ દરમિયાન જનતાને સંબોધિત કરતા કહ્યું હતું કે, આજે સિન્દ્રી ઉર્વરક કારખાનાનું લોકાર્પણ કર્યું છે. તેઓએ સંકલ્પ કર્યો હતો કે સિન્દ્રીમા પ્લાન્ટ શરૂ કરાવશે. મોદીની ગેરન્ટી હતી અને તે પુરી થઈ છે. 

મોદીએ આગળ કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં જનજાતીય સમાજ, ગરીબો, યુવાનો અને મહિલાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા બનાવીને ઝારખંડ માટે કામ કર્યું છે. આપણે 2024 પહેલા દેશને વિકસિત બનાવવાનો છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થામાંથી એક છે. ગઈકાલે જીડીપીના જે આંકડા સામે આવ્યા છે તે ખુબ ઉત્સાહ ભરનારા છે. પીએમએ વિપક્ષ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન વિકાસ વિરોધી અને જનવિરોધી છે. તેઓ ઈચ્છે છે કે મફત રાશન વિતરણ બંધ કરવામાં આવે 

પણ કેન્દ્ર યોજના યથાવત રાખશે. મોદી એક અને બે માર્ચના ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે. જેમાં 2,40,700 કરોડ રૂપિયાની પરિયોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ