• શનિવાર, 13 એપ્રિલ, 2024

ભ્રષ્ટાચાર કરશે એ જેલમાં જશે : વિપક્ષી રૅલી ઉપર અમિત શાહનો પ્રહાર  

નવી દિલ્હી, તા. 1 : કથિત શરાબ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સોમવારે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત વિપક્ષી રેલીનો ઉલ્લેખ કરતા ગૃહપ્રધાન અમિત શાહે મોટો પ્રહાર કર્યો છે. પૂર્વ ભાજપ અધ્યક્ષે રાજસ્થાનના જોધપુરમાં રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે જેણે પણ ભ્રષ્ટાચાર કર્યો છે તેણે જેલના સળીયા ગણવા પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ