• રવિવાર, 14 એપ્રિલ, 2024

ભ્રામક જાહેરખબર : બાબા રામદેવની માફી સુપ્રીમ કોર્ટે ફગાવી  

કોર્ટમાં હાજર યોગગુરુ અને આચાર્ય બાલકૃષ્ણને કાર્યવાહી માટે તૈયાર રહેવા ટકોર

નવી દિલ્હી, તા. 2 : ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવ્યા બાદ યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે કોર્ટમાં હાજર થયા હતા અને સુનાવણી દરમિયાન બિન શરતી માફી માગી હતી જે કોર્ટે ફગાવી કાર્યવાહી માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટ તેમને કાર્યવાહી માટે તૈયાર રહેવા નિર્દેશ આપી કહ્યં કે તમે માફી માગો છો અને પોતાનાં કૃત્યને યોગ્ય પણ ઠેરવો છો.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ