• રવિવાર, 14 એપ્રિલ, 2024

પ્રદર્શનકારી પહેલવાનો ફરી કોર્ટના શરણે : ટ્રાયલમાં ભાગ લેવાનો ઇનકાર   

નવી દિલ્હી, તા.1: દેશના ટોચના પહેલવાનો અને ભારતીય કુસ્તી મહાસંઘ વચ્ચેનો વિવાદ થંભવાનું નામ લઇ રહ્યો નથી. હવે બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે ઓલિમ્પિક કવોલીફાય ટૂર્નામેન્ટની પસંદગી ટ્રાયલ પર રોક મુકવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ભારતીય કુસ્તી સંઘ વિવિધ સ્પર્ધાઓ માટે તા. 10 અને 11મીએ ખેલાડીઓની પસંદગી માટે ટ્રાયલ રાખી છે. જે માટે સંઘે બજરંગ, વિનેશ અને સાક્ષીને પણ ભાગ લેવાનું આમંત્રણ આપ્યું છે.

જો કે સીનીયર કુસ્તી ખેલાડીઓ તેને ઠુકરાવીને કોર્ટના શરણે પહોંચ્યા છે. પહેલવાન બજરંગ પૂનિયા કહે છે કે ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા કુસ્તી સંઘને સસ્પેન્ડ કરાયું છે તો પછી તે કેમ ટ્રાયલ રાખી શકે. સરકાર કેમ ચૂપ છે. બીજી તરફ રેસલીંગ ફેડરેશનના અધ્યક્ષ સંજય સિંહ ભુતકાળને ભુલીને પ્રદર્શનકારી પહેલવાનોને ટ્રાયલમાં ભાગ લેવાનું કહે છે. સામે વિનેશ ફોગાટ કહે છે અમે ટ્રાયલમાં ઉતરશું નહીં, અમારો સંયુકત ફેંસલો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ