• રવિવાર, 14 એપ્રિલ, 2024

લખનઊ વિ. બેંગલુરુ વિજયક્રમ પર વાપસીનો પ્રયાસ કરશે   

સિતારા ખેલાડીઓથી સજ્જ આરસીબી ટીમે સહિયારો દેખાવ કરવો જરૂરી : લખનઊ માટે કપ્તાન રાહુલની ફિટનેસ મહત્ત્વની 

બેંગ્લુરુ, તા.1: હજુ સુધી પોતાના પ્રદર્શનમાં નિરંતરતા રાખવામાં નિષ્ફળ રહેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ  ટીમ મંગળવારના મેચમાં લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે ત્યારે તેનો પ્રયાસ સંઘભાવનાથી દેખાવ કરીને પોતાના અભિયાનને પટરી પર લાવવાનો હશે. આરસીબીએ હજુ સુધી 3 મેચ રમ્યા છે. જેમાં 2 હાર અને 1 જીતથી ફક્ત 2 અંક છે અને પોઇન્ટ ટેબલ પર આઠમા સ્થાને છે. પાછલા મેચમાં કેકેઆર સામેની કારમી હાર બાદ તેનો નેટ રન રેટ પણ બગડયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ