• બુધવાર, 22 મે, 2024

કાલથી શરૂ થતી બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની આકરી કસોટી

કેપટાઉનમાં હજુ સુધી ટીમ ઇન્ડિયાને ટેસ્ટ જીત નસીબ થઇ નથી 

કેપટાઉન, તા.1: ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ધ બુધવારથી શરૂ થતાં બીજા અને આખરી ટેસ્ટ મેચ માટે કેપટાઉન પહોંચી ચૂકી છે. ભારતીય ખેલાડીઓ કેપટાઉન પહોંચ્યાનો વીડિયો બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર મુક્યો છે. વીડિયોમાં ફક્ત મોહમ્મદ સિરાઝ મીડિયા સાથે વાતચીત કરીને નવા વર્ષની શુભકામના આપતો જોવા મળે છે.

બે મેચની શ્રેણીમાં 0-1થી પાછળ ચાલી રહેલ રોહિત શર્માની ટીમની કેપટાઉનના ન્યૂલેન્ડસ મેદાન પર આકરી કસોટી નિશ્ચિત છે કારણ કે ભારતીય ટીમ મેદાન પર અગાઉ 6 ટેસ્ટ મેચ રમી છે, પણ એક પણ મેચમાં જીત નસીબ થઇ નથી. જો કે બે મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી. આથી ટીમ ઇન્ડિયા સામે શ્રેણી 1-1થી ડ્રો કરવાનો મોટો પડકાર બની રહેશે. આફ્રિકાની ટીમ કેપટાઉનમાં 24 ટેસ્ટ મેચમાંથી 10 મેચ જીતી છે. બીજા ટેસ્ટ પૂર્વે ટીમ ઇન્ડિયા માટે રાહતની વાત છે કે સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ફૂલી ફિટ છે અને બીજા ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ છે. તેનો અશ્વિનના સ્થાને સમાવેશ નિશ્ચિત છે. ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને આવેશ ખાનને અથવા વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક