• બુધવાર, 22 મે, 2024

સિંધુ અને પ્રણય મલેશિયા માસ્ટર્સના કવાર્ટર ફાઇનલમાં   

કુઆલાલમ્પુર તા.25: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને એચએસ પ્રણય ગુરૂવારે અહીં વિપરિત અંદાજમાં જીત હાંસલ કરીને મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુએ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં જાપાનની ખેલાડી આયા ઓહોરીને બે સીધી ગેમમાં 21-16 અને 21-11થી 40 મિનિટની અંદર હાર આપી હતી. કવાર્ટરમાં સિંધુની ટકકર ચીનની ખેલાડી યી મેન ઝાંગ સામે થશે. જયારે પ્રણયને કવાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ત્રણ ગેમનો સંઘર્ષ કરવો પડયો હતો. તેણે મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં 11મા ક્રમના ખેલાડી લી યેન સામે પહેલી ગેમ ગુમાવ્યા બાદ વાપસી કરી હતી અને અંતમાં 13-21, 21-16 અને 21-11થી વિજય મેળવી અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક