• રવિવાર, 14 એપ્રિલ, 2024

ફેક્ટ-ચેક યુનિટના નિયમ અંગે હાઈ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો  

મુંબઈ, તા. 1 : કેન્દ્ર સરકારના ફેક્ટ-ચેક યુનિટ માટે સ્થગિત આદેશ આપવાની વચગાળાની અરજી અંગે મુંબઈ વડી અદાલતના ન્યાયાધીશ .એસ. ચાંદુરકરે ગઈકાલે સુનાવણી પૂર્ણ કરી હતી અને તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.

કેન્દ્ર સરકાર વતીથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતમાં `ડીપફેક'ની વીડિયો ક્લિપ રજૂ કરી હતી. તેમણે અૉનલાઇન પોસ્ટ અને ન્યૂઝનાં દૃષ્ટાંતો પણ ટાંક્યાં હતાં. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, તે બધા સરકારી ખાતા સાથે સંકળાયેલી છે નિયમ કેન્દ્ર સરકારના કામકાજ સાથે સંકળાયેલી બાબતો અંગે નકલી, ખોટી અને ગેરમાર્ગે દોરતી બાબતો માટે નિયમ છે. તેના કારણે લોકોને કેન્દ્ર સરકાર વિશે ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી મળવાનું બંધ થશે. માત્ર ભારત નહીં, પરંતુ આખું જગત સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મુકાય પછી લાખો લોકો તે જોઈ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ