• સોમવાર, 04 માર્ચ, 2024

`પાનપસંદ' બનાવતી `રાવલગાંવ' રિલાયન્સની; રૂ. 27 કરોડમાં સોદો  

મુંબઈ, તા. 11 : પોતાના સ્વાદથી 1990ના દશકમાં બાળકોની મનપસંદ પાનપસંદ જેવી ટોફી બનાવતી `રાવલગાંવ' પોતાના કેન્ડી બિઝનેસને રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને વેચી દીધો છે. રિલાયન્સની ફાસ્ટ માવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીએ રાવલગાંવના ટ્રેડમાર્ક, રેસિપી અને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ હસ્તગત કર્યા છે. 1942થી કેન્ડીનો કારોબાર છે

જો કે, મિલકત, જમીન, પ્લાન્ટ, મકાન, સાધનો અને મશીનરી જેવી વસ્તુઓ રાવલગાંવ પાસે રહેશે. સોદો માત્ર 27 કરોડ રૂપિયામાં થયો છે. કંપનીએ તેના ફાઇલિંગમાં માહિતી આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, તાજેતરના વર્ષોમાં ખાંડ બાફેલી કન્ફેક્શનરી બિઝનેસ ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે ઉદ્યોગના સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં વધતી સ્પર્ધાને કારણે અમે અમારો બજાર હિસ્સો ગુમાવ્યો છે. સિવાય કાચા માલના વધતા ભાવ, શ્રમ ખર્ચ અને ઊર્જા ખર્ચનાં કારણે પણ નફાને અસર થઈ હતી.

રાવલગાંવની શરૂઆત નારંગી સ્વાદવાળી અને સખત બાફેલી મીઠાઈઓથી થઈ. પછી, કંપનીએ દેશની પ્રથમ પાન-સ્વાદવાળી કેન્ડી તેમજ મેંગો મૂડ, કોફી બ્રેક, ટુટી-ફ્રૂટી, સુપ્રીમ ટોફી, કોકો ક્રીમ જેવા ઉત્પાદનોનો સમાવેશ કરવા માટે તેનાં ઉત્પાદનોનો વિસ્તાર કર્યો.